ચોમાસુ પૂરબહાર ખીલતા જ લોકો મધ્યપ્રદેશના આ ડેસ્ટનેશન તરફ ડાયવર્ટ 

મધ્ય પ્રદેશમાં વરસી રહેલા વરસાદને કારણે કેટલાક પર્યટન સ્થળો જીવંત થયા છે. અહી પર્યટકોને ભીડ ઉમટવા લાગી છે. બીજી તરફ, વોટરફોલ, પર્યટન સ્થળો પર સુરક્ષાની વધુ સારી વ્યવસ્થા ન હોવાને કારણે કેટલીક ઘટનાઓ પણ બની રહી છે. ગત પંદર દિવસમાં રાજ્યના લગભગ હિસ્સાઓમાં વાદળ વરસવાની સાથે તાપમાનમાં ઘટાડો થયો છે. તો નદીઓનું જળસ્તર વધી ગયુ છે. વોટરફોલના અદભૂત નજારા જોવા માટે મોટી સંખ્યામાં મુસાફરો પહોંચી ગયા છે.

જબલપુર પાસે આવેલ ભેડાઘાટમા નર્મદા નદી પર બનેલ મનમોહક નજારો જોવા માટે આખો દિવસ મુસાફરોની ભીડ જામેલી હોય છે. ભેડાઘાટ પહોંચેલા યુવા કપલ રાખી ગુપ્તા અને રાકેશે જણાવ્યું કે, તેમનું અનેકવાર ભેડાઘાટ આવવાનું થયું છે, પણ ગરમીના મોસમમા આ નજારો જેટલો આકર્ષક નથી હોતો, જેટલો ચોમાસામાં બની જાય છે.

આ રીતે જ ઈન્દોરના યશવંત સાગર અને ભોપાલના બડા તાલાબમાં પણ પાણી આવવાથી નજારો બદલાઈ ગયો છે. મુસાફરો સાંજ થતા જ સુહાવના મોસમનો આનંદ લેવા પહોંચી જાય છે. મોડી રાત સુધી મુસાફરો અહીં બેસી રહેતા હોય છે. ખજુરાહોની નજીક રનેફા ફરવા આવેલા મુસાફરો પણ કહે છે કે, વરસાદ આવવાથી તમામ નદીઓ અને તળાવનુ જળસ્તર વધી ગયું છે. હવે લોકો ડેમના દરવાજા ખુલવાની રાહ જોઈ રહ્યા છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution