કોરોના કેસ વધતાં ભારતથી આવતા લોકો પર આ દેશે પ્રતિબંધ લગાવ્યો
08, એપ્રીલ 2021 693   |  

વેલિંગટન

હાલમાં ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વધતા કોરોના દર્દીઓની સંખ્યાએ પ્રશાસનની ચિંતા વધારી દીધી છે. વળી, ન્યૂઝીલેન્ડે ભારતની સ્થિતિને જોતા પોતાને ત્યાં ભારતીયોના આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા અર્ડર્ને ભારતીય પર્યટકોને પોતાને ત્યાં આવવા પર 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી માટે અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. આ વિશે તેમના તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે.

તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડમાં કુલ કોરોનાના 2507 કેસ જ સામે આવ્યા છે કે જે બાકીના દેશોની સરખામણીમાં ઘણા ઓછા છે. જ્યારે ભારતની સ્થિતિ વિકટ છે જેના કારણે ન્યૂઝીલેન્ડે ભારતથી આવનારા લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના અત્યાર સુધી 1,15,736 નવા કેસ સામે આવ્યા છે જે બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1,28,01,785 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોના 630 લોકોએ દમ તોડ્યો છે ત્યારબાદ મોતનો આંકડો 1,66,177 સુધી પહોંચી ગયો છે.

વળી, દેશમાં અત્યાર સુધી 8,70,77,474 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે. દેશમાં કોરોનાથી 1.3 ટકા મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાના ઝડપથી વધતા કેસો માટે ચિંતા વ્યક્ત કરીને કહ્યુ છે કે રાજ્યોએ કોરોના ટેસ્ટ વધારવાની જરૂર છે. કોરોના આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં આગલા ચાર સપ્તાહ ઘણા મહત્વના રહેવાના છે.

કોરોનાની વિકટ પરિસ્થિતિ પર આજે પીએમ મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક હાઈ લેવલ મીટિંગ કરવાના છે. આ મીટિંગ આજે સાંજે 6.30 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા પણ પીએમે રિવ્યુ મીટિંગ કરી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યુ છે કે ભારતમાં અત્યાર સુધી 9 કરોડ લોકને કોરોના વેક્સીનનો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution