વડોદરા, તા.૧૮

વડોદરા કોર્પોરેશન દ્વારા સિંઘરોટ પાણી યોજના અંતર્ગત ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે. આ પાણી માંજલપુર અને જીઆઈડીસી ટાંકીમાં પહોંચતુ થયુ છે.પ્રાથમિક તબક્કે લેવાનાર ૫૦ એમએલડી પાણી શહેરના દક્ષિણ વિસ્તારમાં આપવામાં આવનાર છે.આ પ્રોજેક્ટનુ વડાપ્રધાનના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. માંજલપુર વિસ્તારને પુરતુ પાણી મળતા રવિવારે રાત્રે ધારાસભ્ય યોગેશ પટેલ વિસ્તારના કાઉન્સિલરો સહિતની ઉપસ્થિતીમાં દક્ષિણ વિસ્તારમાં ૯ સ્થળે કેક કાપીને અને આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરાઇ હતી.મિંાંજલપુર વિસ્તાર પાણી મળતુ થતા એ ખુશીમાં માંજલપુર વિધાનસભા ક્ષેત્રનાં તમામ કોર્પોરેટરો, પ્રમુખો, કાર્યકર્તાઓ અને સંપૂર્ણ માંજલપુરનાં રહીશો મળીને ધારાસભ્ય યોગેશ પટેલની ઉપસ્થિતિમાં કેક કટીંગ કરી અને ફટાકડાની આતસબાજી કરી અને પેડા ખવડાવી એક બીજાનુ મો મીઠું કરાવ્યુ હતુ. આતશબાજીમાણેજા ચાર રસ્તા, મકરપુરા એસ. ટી. ડેપો પાછળ, ઈવા મોલ, અલવાનકા જી. આઈ. ડી. સી. રોડ, તુલસી ધામ ચારરસ્તા, તરસાલી માર્કેટ ચાર રસ્તા, દનતેશ્વર, સોમા તળાવ ચાર રસ્તા, માંજલપુર ગામ ખાતે કરવામાં આવી હતી.