રાજપીપળા, તા. ૯

નર્મદા જિલ્લામાં આવેલા એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સહીત તેની આસપાસના આકર્ષણો દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. ત્યારે ૨૦૨૩માં રેકોર્ડ બ્રેક ૫૧ લાખ મુસાફરો એકતા નગરની મુલાકાતે આવ્યા હતા. જે આંકમાં વધારો કરવા માટે નવા નવા આકર્ષણોનો ઉમેરો કરાવમાં આવી રહ્યો છે. ત્યારે વર્ષ ૨૦૨૪માં પાંચ સોમવાર એવા છે જે દિવસે રજા છે. જેથી મુસાફરોને મીની વેકેશનનો લાભ મળે તે હેતુથી એસઓયુ સોમવારની જગ્યાએ મંગળવારે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

વિશ્વભરના પ્રવાસીઓ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગી બન્યું છે. ત્યારે અત્યાર સુધીમાં ૧.૭૫ કરોડ પ્રવાસીએ એકતા નગરની મુલાકાત લીધી છે. જેથી મુસાફરોને સરળતા રહે અને જરૂરી મેઇન્ટેનન્સ કરી શક્ય તે હેતુથી એકતા નગરના તમામ આકર્ષણો સોમવારે બંધ રાખી રજા પાળવામાં આવી છે. જાેકે, વર્ષ ૨૦૨૪માં પાંચ સોમવારે જાહેર રજા આવી રહી છે. જેથી મુસાફરોને મીની વેકેશનનો લાભ મળી રહે તે હેતુથી એસઓયુના વહીવટી અધિકારી દ્વારા સોમવારે રજા ન રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેની સામે મેઇન્ટેનન્સ માટે મંગળવારે રજા રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

ર્નિણય બાબતે ચેરમેન મુકેશ પુરીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મેઇન્ટેનન્સ માટે સપ્તાહના દર સોમવારે એકતા નગર ખાતે સ્ટેચ્યુ સહિતના પ્રકલ્પો બંધ રાખવામાં આવે છે. પરંતુ વર્ષ દરમિયાન જે-તે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઇને સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવામાં આવશે. જેની સામે મેઇન્ટેનન્સની કામગીરી મંગળવારે કરવામાં આવશે. આજ પ્રકારના અગાઉના ર્નિણયને પ્રવાસીઓ દ્વારા આવકારવામાં આવ્યો હતો. કયા તહેવારોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી રજા નહીં રાખે

ધુળેટી

૨૫/૦૩/૨૦૨૪

બકરી ઇદ

૧૭/૦૬/૨૦૨૪

રક્ષાબંધન

૧૯/૦૮/૨૦૨૪

જન્માષ્ટમી

૨૬/૦૮/૨૦૨૪

ઇદે મિલાદ

૧૬/૦૯/૨૦૨૪