આસામમાં હંગામોઃ અતિક્રમણ હટાવવા દરમિયાન હિંસક અથડામણમાં બેનાં મોત,9 પોલીસ ઘાયલ

આસામ-

આસામના દારંગ જિલ્લાના સિપાઝાર ખાતે ગુરુવારે અતિક્રમણ હટાવવાને લઈને પોલીસ અને સ્થાનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે પ્રદર્શનકારીઓના મોત થયા છે. આ સિવાય નવ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, અથડામણ ત્યારે થઈ જ્યારે પોલીસકર્મીઓની એક ટીમ આ વિસ્તારમાં અતિક્રમણ સાફ કરવા ગઈ હતી.

આસામ સરકારે દારંગ જિલ્લાના સિપાઝાર ગામમાં મોટા પાયે અભિયાન શરૂ કર્યું હતું. આ અંતર્ગત લગભગ ૮૦૦ પરિવારોને દૂર કરવામાં આવ્યા હતા. આસામ સરકારનો દાવો છે કે આ લોકો અહીં અતિક્રમણ કરીને રહેતા હતા. પૂર્વ બંગાળના મોટાભાગના લોકો આ ગામમાં રહે છે.

જિલ્લા એસપી સુશાંત બિસ્વા શર્માએ કહ્યું કે હિંસામાં નવ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. માહિતી અનુસાર બે પ્રદર્શનકારીઓને ગોળી વાગી હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ આ ગામમાં પ્રથમ વખત જૂન મહિનામાં સમાન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પછી એક તથ્ય શોધ સમિતિએ અહીં મુલાકાત લીધી હતી. સમિતિએ જણાવ્યું હતું કે તે સમયે ૪૯ મુસ્લિમ પરિવારો અને એક હિન્દુ પરિવારને અહીંથી હટાવી દેવામાં આવ્યા હતા.

તે જ સમયે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અંગે ટિ્‌વટ કર્યું હું રાજ્યના ભાઈઓ અને બહેનોની સાથે છું. ભારતનો કોઈ પણ નાગરિક આવી સારવારનો હકદાર નથી.

દરમિયાન, આસામ સરકારે દારંગ જિલ્લાના ધલપુર વિસ્તારમાં પોલીસ સહિત બે નાગરિકોના મોત અને અન્ય ઘાયલ થયેલા સંજોગોની તપાસ કરવાનો ર્નિણય કર્યો છે. તપાસનું નેતૃત્વ ગૌહાટી હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે. આસામ સરકારે ગુરુવારે આ આદેશ જારી કર્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution