આજથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે પ્રથમ દિવસે જ દંતેશ્વરમાં હ્યદય કંપાવી તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગઇ કાલે માતાનુ મૃત્યુ થયુ હતુ જે બાદ આજ સવારે દિકરીએ પરીક્ષા આપવા માટે બરોડા હાઇસ્કુલ ઓએનજીસી ખાતે પહોંચી હતી અને માતાના મૃત્યુના આઘાત વચ્ચે પરીક્ષા આપી હતી. જાે કે દિકરી પરીક્ષા આપતી હતી તે સમયે માતાની અંતિમ સંસ્કાર પરીવારજનો દ્વારા કરી નાખવામાં આવ્યો હતો.