14, ડિસેમ્બર 2020
1584 |
મુંબઇઃ
સૌથી ફિટ સેલિબ્રિટી ગણાતી મિલિંદ સોમન પોતાના વર્કઆઉટ સેશન દરમિયાન દરરોજ કંઇક નવુ કરવામા વિશ્વાસ રાખે છે. આ ઉંમરમાં પણ મિલિંદ સોમનની ફિટનેસ ગજબની છે. વળી તે પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપનારા મિલિંદ સોમન સોશ્યલ મીડિયા પર પણ તે ખુબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના વર્કઆઉટ સેશનનો વીડિયો પર શેર કરતા રહે છે.
તાજેતરમાં જ મિલિંદ સોમને પોતાના ઓફિશિય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમા તે પુશઅપ કરતો દેખાઇ રહ્યો છે. પરંતુ ખાસ વાત છે કે તે વેરિએશનની સાથે પુશઅપ કરી રહ્યો છે.
મિલિંદ સોમનના આ વીડિયોને જોઇને લોકો ચોંક્યા છે, અને પોતાના રિએક્શન પણ આપી રહ્યાં છે. વળી મિલિંદ સોમને આ વીડિયો શેર કરતા લખ્યું છે- દરરોજ કંઇક નવુ ટ્રાય કરો....
મિંલિદ સોમનના આ પુશઅપ વીડિયો પર યૂઝ્સ પણ જુદી જુદી રીતે કૉમેન્ટ કરી રહ્યાં છે.