અમેરિકાના ઇશારે ભારત આગથી રમી રહ્યું છે : બધું જ બળીને ખાખ થઇ જશે

બેઇજિંગ/ન્યુ દિલ્હી,તા.૫

અમેરિકી રાષ્ટપતિ ડાનાલ્ડ ટ્રંપે જી-૭ દેશોમાં રશિયા અને ભારતને જાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. રશિયા ભલે હાલ તેમાં જાડાવવા માટે રૂચિ ન બતાવી હોય પણ ટ્રંપે પોતે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી આ પ્રસાવ અંગે ફોનમાં વાતચીત કરી છે. જાકે ભારતને આંતરાષ્ટીય સ્તર પર ઓળખ મળે તે વાતથી ચીનથી સહન નથી થતી. ચીને ભારતને ચેતવણી આપી છે કે તે અમેરિકાના સમર્થનમાં જી-૭ જાડાઇને આગથી રમવાનું કામ કરી રહ્યું છે. જેનું તેને મોટું નુક્શાન ભોગવવું પડશે. 

ચીનના સરકારી મીડિયામાં છપાયેલી એક રિપોર્ટ મુજબ ટ્રંપ ભારત, રશિયા અને અન્ય કેટલાક દેશોને જી-૭માં જાડે તેને જી-૧૦ બનાવાના સપના જાઇ રહ્યું છે. આ પ્રસ્તાવમાં ભલે વિકસિત દેશોનો ફાયદો થાય પણ ભારતને આનાથી સ્પષ્ટપણે નુક્શાન છે. ચીનનું માનવું છે કે અમેરિક-ચીન તણાવને ધ્યાનમાં રાખીને ટ્રંપ આ પગલા ઉઠાવી રહ્યા છે. જેથી દરેક રીતે ચીનને દબાવી શકાય. ચીન મુજબ અમેરિકા ઇંડો પેસેફિક નીતિ હેઠળ ભારત મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે તે ભારતની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા જ નથી પણ એક તેની પાસે એક મોટી સેના પણ છે. ચાઇનીઝ મિડિયા મુજબ, ભારતમાં વર્તમાન સરકાર પાવરની ભૂખી છે અને માટે જ તેને ટ્રંપનું આ કાવતરું નજરે નથી પડી રહ્યું.આ સિવાય ભારત ચીન સીમા વિવાદમાં પોતાને પાવરફૂલ બતાવવા માટે ભારત હવે જી-૭ અને અમેરિકા જેવા દેશોનો સહારો બની રહ્યો છે. ચીને આરોપ લગાવ્યો છે કે ભારત કેટલાક તેવા સંગઠન છે જે ચીનને લઇને અફવા ફેલાઇ રહ્યા છે. ભારત સરકાર પણ આવા સંગઠનો પર કાર્યવાહી કરવામાં અસફળ રહી છે. એશિયામાં જેમ જેમ ચીનની તાકાત વધી રહી છે. તેમ તેમ દુનિયાભરમાં તેનો ખોટા અભિયાનો કરી તેની છબી બગાડવાના પણ પ્રયાસો થઇ રહ્યા છે. જી-૭ને વધારેલા નવા પ્લાન પણ ચીનની વધતી તાકાતને રોકવાનો એક પ્રયાસ જ છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution