વડોદરા, તા-૧૬

શહેરનાં ફતેગંજ બ્રિજ ઈ.એમ.ઈ નિર્દેશ ઓફ્રીસ પાસે આજે મોડી સાંજે ધોધમાર વરસી રહેલા વરસાદમાં એકસાથે પાંચ નાના-મોટા વાહનો વચ્ચે અક્સ્માત સર્જાયો હતો જાેકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામીન હતી જાેકે વાહનોને નાનું-મોટું નુકશાન થવા પામ્યું હતું.અકસ્માતનાં બનાવને પગલે આ રોડનો ટ્રાફીક જામનાં દ્રશ્ર્યો સર્જાયા હતાં પોલીસ બનાવ સ્થળે આવી પહોચ્યા બાદ ટ્રાફીક જામને રાબેતા મુજબ શરૂ કરી કરાવવામાં આવ્યો હતો.

શહેરનાં ફતેગંજ વિસ્તારનાં બ્રિજ પાસે વરસાદમાં એકબીજાની પાછળ લાઈન બંધ જઈ રહેલા નાના-મોટા વાહનો વચ્ચે આગળ જતાં વાહન ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલ અન્ય કારોની બ્રેકન વાગતાં એકબીજા પાછળ ધૂસી જતાં અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો એક સાથે અથડતાં વિચિત્ર અકસ્માત થયો હતો. એટલું નહિ આ બનાવને પગલે બ્રિજ પાસે ટ્રાફીક જામનાં દ્રશ્ર્યો સર્જાયા હતા.