દિલ્હી-

બ્રિટનના હિથ્રો એરપોર્ટ પર, ભારત તરફથી આવતી અતિરિક્ત ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્રતિબંધ એટલા માટે લગાડવામાં આવ્યો છે કે, પાસપોર્ટ નિયંત્રણ પર લાઈન ન લાગે, જેનાથી કોરોનાનું જોખમ વધે છે. હાલમાં, યુકે અને ભારત વચ્ચે ત્રીસ ફ્લાઇટ્સ સંચાલિત છે. બ્રિટને ભારતને લાલ યાદીમાં મૂકી દીધુ છે અને શુક્રવારે 4 વાગ્યાથી આ નિયમ અમલમાં આવશે. બ્રિટિશ રાષ્ટ્રપતિ બોરિસ જ્હોનસ એ, 26 એપ્રિલે ભારતની તેમની સૂચિત મુલાકાત રદ કરી દીધી હતી. કારણ કે, ભારતમાં કોરોના કેસોમાં ઝડપથી વધારો થયો હતો. સરકારના પ્રવક્તાએ કહ્યુ છે કે, " આપણે વૈશ્વિક રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ અને તેથી બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ." યુકેના આરોગ્ય સચિવ મેટ હેનકોકે કહ્યુ કે, " આ નિર્ણય ડેટાના અભ્યાસ પરથી અને સાવચેતી ના પગલા તરીકે લેવામાં આવ્યો છે."