યાત્રાધામ અંબાજી ખાતે હવે ધજા ચડાવવા માટે રૂ. ૫૧૦૦ સુધીનો ચાર્જ આપવો પડશે
01, ઓગ્સ્ટ 2024 990   |  

અંબાજી, અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના ૫૧ શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર મા દર્શન કરવા આવતા ભક્તો અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજા રોહણનુ ખાસ મહત્વ ધરાવતા હોય છે. અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ જે તે યાત્રિકની ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટર ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરીને ભક્તો ધ્વજા રોહણ કરી શકતા જે માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હતો.૧ ઓગસ્ટ ૨૦૨૪ થી ધ્વજા રોહણ નો નોમીનલ ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. ભક્તો ને હવે ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી જ મળશે અને સવારે ૭ઃ૦૦ વાગે થી બપોરના સાડા ચાર સુધી જ ધ્વજા રોહણ કરી શકશે. ભક્તો મંદિર ટ્રસ્ટમાં અલગ અલગ ગજની ધ્વજા પ્રમાણે ચાર્જ આપશે તેના બદલામાં ટ્રસ્ટ તરફથી નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવામાં આવશે તે પણ વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રની પાસે અને તેના ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે. ધ્વજા રોહણ ભક્તોને ટેમ્પલ ઇસ્પેક્ટરની ઓફિસથી મળી રહેશે. સાંજે ૪ઃ૩૦ બાદ ધ્વજા રોહણ કોઈપણ ભક્ત કરી શક્શે નહીં.દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ૫,૭,૯ અને ૧૧ મીટરની ધ્વજા ના ભાવ નક્કી કરાયા , જેમાં ૨૧૦૦,૨૫૦૦,૩૧૦૦ અને ૫૧૦૦ ભાવ નકકી કરાયા. અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે હાલમાં થોડા સમય જે ભક્તો ધ્વજા લઈને આવશે તેઓ ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરાવીને નોમિનલ ચાર્જ આપીને ચઢાવી શકશે. આમ ૧ ઓગસ્ટથી ધ્વજા રોહણના નિયમો બદલાયા છે. આ રકમમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જ નીમાયેલા બ્રાહ્મણો ભક્તોને પૂજન અર્ચન કરાવશે. ત્યારબાદ ઢોલ દ્વારા ધ્વજા શિખર ઉપર ભક્ત ચઢાવવા જશે.ભક્તને ફોટોગ્રાફ પણ મોબાઇલ દ્વારા આપવામાં આવશે. આજે અંબાજી મંદિરના યાજ્ઞિક ત્રિપ્રમંડળના બ્રાહ્મણો પણ ધ્વજા રોહણ નિયમને લઈને વહીવટદાર ની મુલાકાત માટે આવ્યા હતા. વહીવટદારે રજૂઆતો સાંભળીને જણાવ્યું હતું કે હાલ પૂરતી જૂની વ્યવસ્થા ચાલુ રહેશે. સોમનાથ દ્વારકા બાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સુંદર ર્નિણય કરવામાં આવ્યો છે.આજે જે ભક્તોએ ધ્વજા રોહણ કર્યું તેમને પણ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution