લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026 |
2673
મધ્ય પૂર્વ યુદ્ધના ૩૧માં દિવસે સંઘર્ષ ભારે નુકસાન અને અસંખ્ય જાનહાનિનું કારણ બની રહ્યો છે. યુએસ-ઇઝરાયલ કે ઈરાન બંને અટકી રહ્યા નથી. બંને દ્વારા હુમલાઓ વધુ ઘાતક બની રહ્યા છે. મધ્ય પૂર્વમાં ફસાયેલા અથવા કામ કરતા ભારતીયો પણ તેનો ભોગ બની રહ્યા છે. હવે, કુવૈતમાં પાવર અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટ પર ઈરાની હુમલામાં એક ભારતીયનું મોત થયું છે.
કુવૈતના વીજળી, પાણી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે સોમવારે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે રવિવારે સાંજે કુવૈત પર ઈરાની હુમલામાં પાવર અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટ ધરાવતી એક સેવા ઇમારત પર હુમલો કરાયો હતો, જેમાં એક ભારતીય કર્મીનું મોત થયું હતું. ઇમારતને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ પહેલા પણ ઘણા ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા છે.