હરાજી થવા જઇ રહી છે જેમ્સ બોન્ડની અભિનેત્રીની બિકીની,કિંમત જાણી ચોંકી જશો!

લોકસત્તા ડેસ્ક 

આઇકોનિક બિકીની જેને અભિનેત્રી ઉર્સુલા એન્ડ્રેસે પ્રથમ વખત જેમ્સ બોન્ડ ફિલ્મ Dr. Noમાં પહેરી હતી. હા, તે બિકિનીની હવે હરાજી કરવામાં આવશે. auctioneers Profiles in Historyએ બુધવારે જણાવ્યું હતું કે આઇવરી કલરની બિકીની હરાજી કરવામાં આવી રહી છે.  


ઉર્સુલા એન્ડ્રેસની બિકિનીની લોસ એન્જલસમાં 12-13 નવેમ્બરના રોજ હરાજી કરવામાં આવશે. તેની અંદાજિત કિંમત $500,000 સુધી (લગભગ ત્રણ કરોડ 65 લાખ રૂપિયા) વધી શકે છે. 84 વર્ષીય ઉર્સુલા એંડ્રેસ જેમણે 1962ની ફિલ્મમાં હની રાઇડરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેણે પહેરેલી બિકિનીની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી.


ઉર્સુલા એન્ડ્રેસે 2001 માં લંડનની હરાજીમાં સૌ પ્રથમ બિકીની વેચી હતી. જો કે, તે સમયે $45,200 ની હરાજી કરવામાં આવી હતી. આ વખતે તેનું અંદાજિત ઇનામ આ કરતાં વધુ છે. auctioneers Profiles in History ના બેડ Brian Chanesએ આ બિકીની વિશે જણાવ્યુ કે આને દુનિયાની સૌથી ફેમલ બિકીની માનવામાં આવે છે.ફિલ્મ Dr. No વિશે વાત કરીએ તો એ 5 ઓક્ટોબર 1962 ના રોજ રજૂ કરવામાં આવ્યું.. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution