સિડની
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ગુરુવારે સિડનીમાં શરુ થનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા મેક્ગ્રાથ ફાઉન્ડેશન એ મંગળવાર એ વર્ચ્યુઅલ પિંક સીટ્સ કેંપેન લોન્ચ કર્યુ હતુ. જેનાથી મેકગ્રાથ બ્રેસ્ટ કેયર નર્સીસ ને 10 લાખ ડોલર ફંડ એકઠુ કરવામાં મદદ મળશે. મંગળવારે શરુ થયેલ આ કેંપેનને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ માં ઓછા દર્શકોને પ્રવેશ આપવાને લઇને શરુ કરવામાં આવ્યુ છે. આ ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલીયાની ટીમે પણ પોઝ આપ્યો હતો.