ભારત અને પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ઓસ્ટ્રેલિયાની એડવાઇઝરી જાહેર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2025  |   કેનબેરા   |   10692

ઓસ્ટ્રેલીયા દ્વારા તેમના નગરિકોનો ભારત અને પાકિસ્તાનનો પ્રયાસ ટાળવા સૂચના

જમ્મુ કાશ્મીરના પહેલગામના હુમલાના જવાબમાં ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન દ્વારા સતત હુમલા કરાઇ રહ્યા છે. જોકે, ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના હુમલાને સતત નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર હુમલા કરી જવાબ આપવામાં આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાલની પરિસ્થિતિ બાદ ઑસ્ટ્રેલિસીય દ્વારા તેમના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.


ઓસ્ટ્રેલીયા દ્વારા જાહેર કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઇઝરીમાં નગરિકોનો ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ ટાળવા માટે સૂચન કરાયું છે. ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાલની સુરક્ષા પરિસ્થિતિને કારણે, અમે ભલામણ કરીએ છીએ કે તમે સ્થાનિક મીડિયા પર અપડેટ્સ માટે નજર રાખો, સતર્ક રહો, સત્તાવાર ચેતવણીઓને ગંભીરતાથી લો અને સ્થાનિક અધિકારીઓની સલાહનું પાલન કરો. ફ્લાઇટમાં વિક્ષેપ પડી શકે છે. ભારતમાં (ખાસ કરીને ઉત્તર પશ્ચિમમાં) કેટલાક એરપોર્ટ બંધ થઈ શકે છે, અને એરલાઇનના સમયપત્રકને અસર થઈ શકે છે. એરપોર્ટ પર પહોંચતા પહેલા તમારી એરલાઇન સાથે તપાસ કરો.

એડવાઇઝરીમાં વધુમાં જણાવાયું છે કે, અમે સલાહ આપીએ છીએ કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર, સમગ્ર ભારત-પાકિસ્તાન સરહદ અથવા મણિપુરની મુસાફરી ન કરો. આ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પર લાગુ પડતું નથી, જે ઓક્ટોબર 2019માં ભારતના પોતાના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સ્થાપિત થયો હતો, જે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરથી અલગ છે. ભારતે પાકિસ્તાન સાથે અટારી સરહદ ક્રોસિંગ બંધ કરી દીધું છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution