17, સપ્ટેમ્બર 2021
સુરત-
લોકડાઉનના કારણે ઓટો સેક્ટર ઘણી રીતે પ્રભાવિત થયું હતું. જેના કારણે નવરાત્રી અને દિવાળીની વચ્ચે ફક્ત ૯ હજાર જેટલા વાહનો જ વેચાયા હતા, જેમાં ૬ હજાર ટુ વ્હીલ વાહનો અને ૩ હજાર ફોર વ્હીલ વાહનો હતા. ૧૯ હજાર કારનું વેચાણ થયું હતું. પરંતુ આ વખતે કુલ ૧૫ હજાર ટુ વ્હીલનું બુકીંગ થઇ ગયું છે. જેમાં ૫૦૦ બુલેટ બાઈકનું વેઇટિંગ છે. ૨૦૧૯માં નવરાત્રિથી લઈને દિવાળી સુધી શહેરમાં ૨૬ હજાર ટુ વહુલ વાહનો, જયારે ૧૨ થી ૧૫ હજાર ફોર વ્હીલ વાહનોનું બુકીંગ થતી હતી. પરંતુ કોરોના ના કારણે વર્ષ ૨૦૨૦ કરતા વર્ષ ૨૦૨૧માં આ વર્ષે સ્થિતિ સારી છે. શો રૂમમાં અત્યારસુધી ઇલેક્ટ્રિક વાહનોની બુકીંગ માટે ૧૦ હજાર કરતા વધુ ઈન્કવાયરી આવી ચુકી છે. હજી આ વાહનો પર મળનારી સબસિડી શરૂ કરવામાં નથી આવી. જેથી લોકો હજી રાહ જાેઈ રહ્યા છે. આમ હવે વિવિધ ઓટોમોબાઇલ શો રૂમ પાસેથી પ્રાપ્ત થયેલા આ આંકડા પરથી એટલું તો ચોક્કસ કહી શકીએ કે કોરોનાના કારણે ઓટો સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ પર જે મંદીના વાદળો ઘેરાયા હતા, તે હવે ધીરે ધીરે હટવા લાગ્યા છે. અને હવે ચાલુ વર્ષ વાહનોની ખરીદી માટે એકંદરે સારું રહ્યું છે. કોરોનાના કારણે અત્યંત ખરાબ રીતે અસર થઇ છે તો તે ઓટો સેક્ટર ઇન્ડસ્ટ્રી પર હતી. પરંતુ હવે તેની પણ ગાડી ધીરે ધીરે પાટા પર આવી રહી છે. આ વર્ષે નવરાત્રી અને દિવાળી માટે અત્યારથી જ ૧૮ હજાર વાહનોનું બુકીંગ થઇ ચૂક્યું છે.. જેમાંથી ૩ હજાર જેટલા વાહનો ફોર વ્હીલ અને ૧૫ હજાર વાહનો ટુ વ્હીલના છે. ૩ હજાર જેટલા ફોર વ્હીલ વાહનોનું તો વેઇટિંગ ચાલી રહ્યું છે. આ આંકડા ૨૦૨૦માં નવરાત્રી અને દિવાળીમાં વેચાયેલા વાહનોના આંકડા કરતા બમણા છે. અલગ અલગ ઓટોમોબાઇલ્સ શો રૂમમાંથી મળેલી માહિતી પ્રમાણે નવરાત્રીમાં ઓકોટબરથી લઈને ૪ નવેમ્બર સુધી ૧૮ હજાર વાહનોનું બુકીંગ થઇ ચૂક્યું છે. જેની ડિલિવરી નવરાત્રી અને દિવાળી સુધીમાં થઇ જશે.