હોડીકાંડની પહેલી માસીક પુણ્યતિથિએ હરણી તળાવ પાસે ૧૪ હતભાગીઓને શ્રધ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. મૃતકોના પરિવારજનોએ અશ્રુભીંની આંખે ન્યાયની માંગણી કરી હતી. ૧૮મી જાન્યુઆરીએ હોડી દુર્ઘટના સર્જાઈ હતી. આ એક મહિના દરમિયાન પોલીસે હોડીકાંડના કુલ ૨૦ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે કોર્પોરેશનના એક સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જ્યારે કોર્પોરેશનના એક અધિકારીને ટર્મિનેટ કરવામાં આવ્યો હતો.