મુંબઇ
'બરેલી કી બર્ફી' તથા 'બધાઈ હો'ની સફળતા બાજ જંગલી પિક્ચર્સ આયુષ્માન ખુરાના સાથે હવે ફિલ્મ 'ડૉક્ટર જી' બનાવશે. આ નવા પ્રોજેક્ટ અંગે આયુષ્માને કહ્યું હતું, 'ડૉક્ટર જી'ની સ્ક્રિપ્ટ જ એવી હતી કે તે તેના પ્રેમમાં પડી ગયો. આ એકદમ સુપર ફ્રેશ સ્ક્રિપ્ટ છે. યુનિક તથા ઈનોવેટિવ કૉન્સેપ્ટ છે. આ ફિલ્મ દર્શકોને હસાવશે અને સાથે જ વિચારવા પર મજબૂર કરશે.'
વધુમાં આયુષ્માને કહ્યું હતું, 'હું પહેલી જ વાર મારી કરિયરમાં ડૉક્ટરનું પાત્ર ભજવવા માટે ઉત્સુક છું. આ સાથે જ એક મેસેજ પણ આપીશ.' આયુષ્માને સોશિયલ મીડિયામાં 'ડૉક્ટર જી'ની સ્ક્રિપ્ટ હાથમાં લઈને એક તસવીર પણ શૅર કરી હતી. તસવીર શૅર કરીને કહ્યું હતું, 'કન્સલ્ટેશન માટે ટૂંક સમયમાં આવી રહ્યા છે ડૉક્ટર જી.'
આયુષ્માને આગળ કહ્યું હતું, 'જંગલી પિક્ચર્સની સ્ટોરી ટેલિંગ મને ઘણી જ ગમે છે. તેમનું ધ્યાન હંમેશાં હાઈ કૉન્સેપ્ટ ફિલ્મ તરફ હોય છે. અમે બે સફળ ફિલ્મ સાથે કરી હતી. આશા છે કે 'ડૉક્ટર જી' અમારા માટે હિટની હેટ્રિક બનશે.'
'ડૉક્ટર જી'ને અનુભૂતિ કશ્યપ ડિરેક્ટ કરશે. આ ફિલ્મથી અનુભૂત બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે. આ પહેલાં અનુભૂતિએ એમેઝોન પ્રાઈમની 'અફસોસ' ડિરેક્ટ કરી હતી. આ ઉપરાંત શોર્ટ ફિલ્મ 'મોઈ મરજાની' ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ સુમિત સક્સેના, વિશાલ વાઘ તથા સૌરભ ભારતે સાથે મળીને લખી છે. આ કેમ્પસ કોમેડી ડ્રામા ફિલ્મ હશે.
Loading ...