05, જુલાઈ 2020
1188 |
ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો સોશિયલ મીડિયા પર એક્ટિવ જાવા મળી રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુનું પાત્ર ભજવનાર એક્ટર રાજ અનડકટ અને બબીતાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ મૂનમૂન દત્તા ઘણી વખત એકસાથે મસ્તી કરતા જાવા મળ્યા છે. હાલમાં જ મૂનમૂન દત્તા એટલે કે બબીતાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હાથમાં કપ સાથેનો એક ફોટો અપલોડ કર્યો હતો કે જેમાં એક્ટર રાજ અનડકટ ઉર્ફે ટપુએ કોમેન્ટ કરી છે. બબીતાના ફોટોગ્રાફ પર કોમેન્ટ કરતા ટપુએ લખ્યું કે, કપ તો ખાલી છે. ટપુની આ કોમેન્ટ પર બબીતાએ જવાબ આપતા લખ્યું કે, આ વાત તને કેવી રીતે ખબર પડી ? ટપુએ ફરી એકવખત જવાબ આપતા લખ્યું કે, કારણકે હું પણ આવું જ કરુંં છું. અહીં નોંધનીય છે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ અને બબીતાની વાતચીતના કોમેડી સીન્સને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શૂટિંગને ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પણ શૂટિંગ દરમિયાન મેકર્સને ઘણી શરતોનું પાલન કરવું પડશે.