સિંગર હર્ષદીપ કૌરનું યોજાયુ બેબી શાવર,જુઓ ફોટોઝ
01, માર્ચ 2021

મુંબઇ

'દિલબરો', 'ઝાલીમા' અને 'હીર' જેવા ગીતો માટે જાણીતી સિંગર હર્ષદીપ કૌર હાલ પ્રેગ્નેન્ટ છે. હર્ષદીપ કૌર અને પતિ મનકીત સિંહનું આ પહેલું સંતાન છે. આ મહિનાની શરૂઆતમાં જ હર્ષદીપ કૌરે સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરીને પોતે પ્રેગ્નેન્ટ હોવાની જાણકારી આપી હતી. ત્યારે હવે હર્ષદીપનું બેબી શાવર હાલમાં જ યોજાયું હતું. જેની તસવીરો હર્ષદીપ ઉપરાંત સિંગર નીતિ મોહને પણ શેર કરી છે. જણાવી દઈએ કે, નીતિ પણ હાલ ગર્ભવતી છે.


હર્ષદીપ માટે નીતિ મોહન અને તેના મિત્રોએ સરપ્રાઈઝ બેબી શાવરનું આયોજન કર્યું હતું. તસવીરમાં હર્ષદીપની સાથે પતિ અને માતાપિતા તેમજ સાસુ-સસરા જોઈ શકાય છે. એક તસવીરમાં બંને મોમ-ટુ-બી નીતિ અને હર્ષદીપે સાથે પોઝ આપ્યો હતો. પિંક આઉટફિટમાં હર્ષદીપ ખૂબ જ સુંદર લાગી રહી હતી. બેબી શાવર માટે ખાસ કેક લાવવામાં આવી હતી. એક તરફ કેક બ્લૂ રંગની હતી અને બીજી તરફ પિંક રંગની. કેક પર લખ્યું હતું 'કૌર કે સિંહ'. બેબી શાવર માટે ડેકોરેશન માટે લવાયેલા ફુગ્ગા પર પણ કૌર કે સિંહ લખવામાં આવ્યું હતું.

આ તસવીરો શેર કરતાં હર્ષદીપે લખ્યું, "મને અઢળક પ્રેમ કરતાં લોકોથી ઘેરાઈને ખુશ છું. સ્વીટેસ્ટ બેબી શાવર સરપ્રાઈઝ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution