સંશોધકોના જણાવ્યાનુસાર, સ્ટ્રેફાયલોકોકસ હોમોનિસ બેક્ટેરિયા ખાસ પ્રકારના રસાયણ રિલીઝ કરે છે, જે દુર્ગંધનું કારણ બને છે. આ બેક્ટેરિયા આદિમાનવના સમયગાળાથી માણસોના શરીરમાં છે. તેથી, પેઢી દર પેઢીમાં તેણે મનુષ્યની બગલમાં પોતાની જગ્યા બનાવી છે. ઘણીવાર આપણા શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે. વૈજ્ઞાનિકોએ આ દુર્ગંધ આવવાનું કારણ શોધી નાખ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેનું કારણ એક એન્ઝાઇમ છે, જે આર્મપિટ (બગલ)માં જોવા મળતા બેક્ટેરિયા બનાવે છે. આ જ શરીરમાંથી નીકળતી દુર્ગંધ માટે જવાબદાર હોય છે. સંશોધકોએ તેને બીઓ એન્ઝાઇમ નામ આપ્યું છે. આ રિસર્ચ બ્રિટનની યુનિવર્સિટી ઓફ યોર્કે યુનિલિવર સાથે મળીને કર્યું છે. 

સંશોધકોના જણાવ્યાનુસાર, સ્ટ્રેફાયલોકોકસ હોમોનિસ બેક્ટેરિયા ખાસ પ્રકારના રસાયણ રિલીઝ કરે છે, જે દુર્ગંધનું કારણ બને છે. આ બેક્ટેરિયા આદિમાનવના સમયગાળાથી માણસોના શરીરમાં છે. તેથી, પેઢી દર પેઢીમાં તેણે મનુષ્યની બગલમાં પોતાની જગ્યા બનાવી છે.  એન્ઝાઇમ શોધાયા જે માત્ર આર્મપિટના બેક્ટેરિયા બનાવે છે. તેઓ કરોડો વર્ષોથી મનુષ્યમાં એક્ટિવ છે. તેની ઓળખ થયા પછી હવે એન્ઝાઇમ અનુસાર ડિયોડ્રન્ટ તૈયાર કરવામાં આવશે જેથી તેને ન્યુટ્રિલાઇઝ અથવા નાશ કરી શકાય. 

સંશોધકોના જણાવ્યાનુસાર, શરીરની એપોક્રાઇન ગ્રંથિ આ બેક્ટેરિયાનું કારણ છે. આ ગ્રંથિ ત્વચા સાથે જોડાયેલી હોય છે અને વાળ દ્વારા શરીરમાંથી પરસેવો દૂર કરે છે. આ ગ્રંથિ બગલ, છાતી અને જનનાંગોની આસપાસ જોવા મળે છે. તે શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેની મદદથી શરીરનું તાપમાન કન્ટ્રોલમાં રહે છે.