ઇસ્લામાબાદ-
ઇરાન-પાકિસ્તાન સરહદ બંધ થવાને કારણે બલુચિસ્તાનમાં ફસાયેલા ચાર લોકો ના ભૂખમરા થી મોત નીપજ્યાં છે. પાકિસ્તાન વહીવટીતંત્રે એક મહિના પહેલા ઈરાન, ગ્વાદર, તુરબત, પાંજગુરની સરહદ બંધ કરી દીધી હતી. તે જ સમયે, ઇરાનથી આવતા વાહનોના આગમન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલથી ભરેલા સેંકડો વાહનો સીમા પર અટવાઈ ગયા. વહીવટીતંત્રે તેમને પાકિસ્તાનમાં પ્રવેશવા દીધો નહોતો. આ વાહનોના ચાલકો પાસે ખાવા પીવાનું કોઈ સાધન નહોતું, જેના કારણે ભૂખમરાથી તેનું મોત નીપજ્યું હતું. આમાંના એક ડ્રાઇવરના સંબંધી, ફઝલ અહમદે જણાવ્યું હતું કે. અહીં તેમના વાહનો સાથે ફસાયેલા લોકો પાસે ખાવા-પીવા માટે કંઈ જ બચ્યું નથી. તેમણે સરકારને વિનંતી કરી છે કે, તેઓ માટે તાત્કાલિક ભોજન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
ગ્વાદરમાં સેંકડો લોકોએ પાકિસ્તાન અને ઈરાનની સરહદ પર વેપાર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાના વિરોધમાં દેખાવો કર્યા હતા. વળી, આ લોકોએ એમ પણ કહ્યું હતું કે, જો 23 મી એપ્રિલ સુધીમાં તેમની માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો તેઓ 23 એપ્રિલે રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધિત કરશે. બોર્ડર ટ્રેડ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ અસલમ, મીર શાહદત દસ્તી અને ગુલઝાર દોસ્તે પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે, મકરાનમાં રહેતા લોકોની આજીવિકા, ઈરાન સાથે ના વ્યાપાર દ્વારા જ છે.
Loading ...