અમદાવાદ-

ભાજપ સરકારના ગુજરાત રાજ્યના પૂર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ પર્યાવરણ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી એવા શંકર ચૌધરી કોરોના સંક્રમિત બન્યા છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ની તબિયત નાદુરસ્ત જણાતા કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો છે અને ડોક્ટરની સલાહ મુજબ હોસ્પિટલમાં સારાવાર માટે દાખલ થયા છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે. ભાજપ સરકારના વધુ એક નેતા કોરોના સંક્રમિત બન્યા છે.