બનાસકાંઠા: 4 નરાધમોએ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ કરી પીંખી નાંખી, પોલીસ તપાસ શરૂ
19, ડિસેમ્બર 2020

બનાસકાંઠા-

બનાસકાંઠા જિલ્લામાં દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જિલ્લાના થરાદ પંથકની એક યુવતી તેની માસીના ઘરે ડીસા ગઇ તે સમયે લાખણીના ચાર શખ્સોએ યુવતીનું અપહરણ કરી ગયા હતા અને આ ચારમાંથી એક શખ્સે યુવતી સાથે દુષ્કર્મ ગુજારી યુવતીને ઝેરી પદાર્થ પીવડાવી કેનાલ પર છોડી મૂકી હતી. સમગ્ર મામલે યુવતીએ લાખણીના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાનાં થરાદ પંથકની યુવતી તેની માતા અને બહેન સાથે તેની માસીનાં ઘરે ડીસા આવી હતી.

તે સમયે લાખણીનાં ટરૂવાં ગામના ચાર શખ્સો ડીસાથી યુવતીનું અપહરણ કરી યુવતીને થરાદના ઊંટવેલીયા ગામની પડતર ગૌચરની જમીનમાં લઈ જઈ ચારમાંથી ચાર શખ્સોમાના પથુ શંકરા નામના શખ્સે યુવતીનાં ગળા પર છરી રાખી યુવતી સાથે દુષ્કર્મ આચરી યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ શખ્સોએ યુવતીને ઝેરી પદાર્થ પીવડાવી કેનાલ પર મુકવા પહોંચ્યા પરંતુ યુવતીને ભાન આવી જતા શખ્સો યુવતીને પાલનપુર સિવિલમાં છોડી ગયા હતા.

ત્રણ દિવસ બાદ યુવતી સમપૂર્ણ ભાનમાં આવતા તેને સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને કરી સમગ્ર મામલે થરાદ પોલીસ મથકે ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી અત્યાર સુધીમાં ૩ શખ્સોને ઝડપી પાડી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ પોલીસ સામે જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ યુવતી નાની હતી. તે સમયે આજ વ્યક્તિએ દુષ્કર્મ આચાર્યું હોવાનું જણાવતા પોલીસે સમગ્ર મામલે હકીકત જાણી વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution