બેંક લોકરની વસ્તુઓ જાેઇ અને રેકોર્ડ રાખી શકતી નથી : ર્નિમલા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, માર્ચ 2026  |   2079

ગ્રાહક લોકરમાં કઇ કિંમતી વસ્તુઓ રાખે છે તે બેંક જાેઇ શક્તી નથી અને રેકોર્ડ પણ રાખી શકતી નથી કારણકે આમ કરવું બેકિંગ નિયમોનું ભંગ ગણાશે તેમ નાણા પ્રધાન ર્નિમલા સિતારમને એક નિવેદનમાં જણાવ્યું હતું.નાણા પ્રધાને લોકરમાં રાખેલ વસ્તુઓને આધારે અલગ અલગ વીમા કવરેજ આપવાની સંભાવનાઓને પણ નકારી કાઢી હતી.સિતારમને કોંગ્રેસ નેતા અને ગઢચિરોલી-ચિમૂર સંસદીય ક્ષેત્રનાં સાંસદ નામદેવ દાસરામ કિરસન દ્વારા પૂછવામાં આવેલા એક પૂરક પ્રશ્રનાં જવાબમાં આ માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકે લોકરમાં શું રાખ્યું છે તે જાણવું બેકિંગ નિયમોનો ભંગ છે. તેથી મારા માટે એ નક્કી કરવાનો કોઇ આધાર નથી કે વીમા કવરેજ અલગ અલગ હોવો જાેઇએ કે નહીં.નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે લોકર ધારકો માટે માનક કવરેજ કોઇ પણ નુકસાનની સ્થિતિમાં વાર્ષિક લોકર ભાડાનું ૧૦૦ ગણું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આવું એટલા માટે છે કારણકે બેંક લોકરમાં રાખેલ વસ્તુઓનૂું નિરીક્ષણ અથવા મૂલ્યાંકન કરી શકાતું નથી જેના કારણે વાસ્તવિક મૂલ્યને આધારે વીમો પ્રદાન કરવો અવ્યવહારિક થઇ જાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution