વડોદરા, તા. ૧૬

શહેરમાં આજરોજ વડોદરા વકીલ મંડળની ચુટણીનુ મતદાન શાંતિપુર્ણ રીત પુર્ણ થયુ હતુ. પરંતું આ વર્ષે ચુંટણીમાં ઉમેદવાર વકીલો વચ્ચે ઉગ્ર રસાકસી હોઈ વકીલ મંડળની ચુટણીને પણ રાજકિય રંગ લાગ્યો હતો. જેમાં ગતવર્ષ કરતા આ વર્ષે વધુ મતદાન થયુ હતુ. પ્રમુખ પદ માટે બે ઉમેદવારો વચ્ચે રસાકસી જામી હતી જેમા પ્રમુખ પદ માટે નલીન પટેલ બહુ પાતળી સરસાઇથી વિજય થયા હતા.

આજ રોજ વડોદરા વકીલ મંડળની ૧૮ પોસ્ટ માટે ૪૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમા મતદાન એડવોકેટ હાઉસમાં યોજાયેલા મદતાન દિવસમાં સવારથી શરુ થયેલા વોટિંગ ધીમી ગતિએ થયુ હતુ જેથી ઉમેદવારો પોતાના સમર્થકો મતદાન કરવા માટે અપીલ કરતા નજરે પડયા હતા. મતદારોને રીઝાવવા માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનુ જાેર લગાવ્યુ હતુ. લોકોને મતદાન કરે તે માટે પણ અવનવી ટેકનીકનો ઉપયોગ કરીને ઉમેદવારો દ્વારા મતદાન કરવામાં આવ્યુ હતુ. સવારથી ધીમી ગતીએ ચાલતા મતદાને બપોર બાદ ઝડપી મતદાન થવા પામ્યુ હતુ.

વડોદરા વકીલ મંડળની આજરોજ યોજાયેલી ચુટણીમાંં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત આશરે ૩૨૦૦ જેટલા ઉમેદવાર વકીલો મતદાન કરશે. જાેકે વકીલ મંડળની ચુટણીમાં અત્યાર સુધી મોટાભાગે જાેવામાં ના આવ્યા હોય તેવા અનેક નવા નવા પરિબળો જાેવા મળ્યા છે. આજરોજ ચુટણીના ગણતરીના કલાકો અગાઉ સત્તાની લાલસામાં કેટલાક ઉમેદવારોએ વકીલાત જેવી સમાજમાં પ્રતિષ્ઠિત અને મોભાદાર વ્યવસાયની ગરીમા ચુક્યા છે. વકીલ મંડળની ચુટણીમાં ઉમેદવારોએ જાહેરમાં એકબીજા પર આક્ષેપો કરી અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા હવે જુનિયર વકીલો દ્વારા પણ સિનિયર વકીલોનું અનુકરણ કરી પ્રચારમાં કાયદાઓ નેવે મુકી દીધા છે.

આ સમાચાર લખાય છે ત્યાર સુધી મતદાન પુર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદ માટે હસમુખ ભટ્ટ અને નલિન પટેલ વચ્ચે ભારે રસાકસી જામી હતી બહુ પાતળી સરસાઇથી વિજય મેળવ્યો હતો જેથી નલિન પટેલના સમર્થકો ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી હતી જ્યારે ઉપ પ્રમુખ તરીકે રાજેશ ધોબી વધુ મતથી આગળ ચાલી રહ્યા હતા તથા જનરલ સેક્રેટરી તરીકે રીતેશ ઠક્કર સૌથી વધુ મતથી આગળ હતા અને જાેઇન્ટ સેક્રેટરી તરીકે મયંક પડયા વિજેતા થયા હતા.