ગાંધીનહર-

બરોડા ડેરીનો લાંબા સમયથી ચાલતો ગજગ્રાહ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની મધ્યસ્થતા બાદ ઉકેલાયો, ગાંધીનગરમાં મળેલી બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ધારાસભ્ય કેતન ઈનામદાર અને બરોડા ડેરીના સત્તાધીશો હાજર રહ્યાં, જેમાં સર્વાનુમતે પશુપાલકોને 27 કરોડ રૂપિયા ચુકવવાનો નિર્ણય લેવાયો છે, જે પૈકીના 18 કરોડ દશેરાના દિવસે જ બરોડા ડેરીના સભાસદોને ચુકવાશે, જ્યારે બાકીના 9 કરોડની રકમ આગામી માર્ચ સુધીમાં ચુકવી દેવાશે, આ નિર્ણયથી બરોડા ડેરીના લાખો બેથી સવા બે લાખ જેટલા પશુપાલકો અને સભાસદોને નાણાંકીય ફાયદો મળશે. પશુપાલકોને સન્માનજનક ભાવ આપવામાં આવે એ મુદ્દે કેતન ઇનામદાર સહિત વડોદરાના ધારાસભ્યએ ડેરી સામે બાયો ચઢાવી છે. ડેરી સત્તાધીશોનું કહેવું છે પશુપાલકોને સૌથી વધુ ભાવ આ ડેરી દ્વારા આપવામાં આવે છે. 20 સપ્ટેમ્બરે બરોડા ડેરીના હોદ્દેદારો અને ધારાસભ્યો વચ્ચે યોજાયેલી બેઠક પણ નિષ્ફળ રહી હતી. ધારાસભ્યો આક્રોશ પૂર્વક બેઠક છોડી ચાલી નીકળ્યા હતા. અને ધારાસભ્યોએ ચિમકી ઉચ્ચારી હતી કે, ગુરૂવારે હલ્લાબોલ ચાલું રાખવામાં આવશે. અને બરોડા ડેરી સામે ધરણાં કરવામાં આવશે. તો બીજી તરફ બરોડા ડેરીના ચેરમેને ભાવફેર નહીં થાય તેવી વાત કરી હતી, સાથે જ જણાવ્યું હતું કે, ડેરીએ પહેલેથી જ ભાવ વધારો કર્યો છે.