બેટરીથી ચાલતી સાયકલ અને મિની ટ્રેકટર માર્કેટમાં વેચાણ અર્થે મુકાયું
16, ઓક્ટોબર 2021

અમરેલી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેકિંગ ઈન્ડિયાની જે વાત કરી હતી તે વાતને અમરેલીના ૨ નવયુવાનોએ સાર્થક કરી છે. બેટરીથી ચાલતી સાયકલ અને બેટરીથી ચાલતું મિની ટ્રેકટર માર્કેટમાં મૂક્યુ છે. આ બંને વાહનો સંપૂર્ણ રીતે બેટરીથી ચાલે છે. બહારથી સાયકલ અને મિની ટ્રેક્ટરના પાર્ટ્‌સ લાવીને અમરેલી શહેરમાં બેટરી સંચાલિત સાયકલ અને મિની ટ્રેકટર બનાવ્યા છે.અમરેલી શહેરના બે નવયુવાનોએ મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર સાર્થક કર્યું છે. અમરેલી શહેરના બે નવયુવાનો પિયુષભાઈ અને હિતેશભાઈએ અમરેલી શહેરમાં બેટરીથી ચાલતી સાયકલ અને બેટરીથી ચાલતું ટ્રેક્ટર બનાવ્યું છે. ત્યારે અમરેલીમાં આ બંને વાહનો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બેટરીથી ચાલતી સાયકલ પેડલથી પણ ચાલે છે. સાયકલની બેટરી બેથી ત્રણ કલાક ચાલે છે. આ બેટરી ફરી પાછી એકથી દોઢ કલાકમાં ચાર્જ થઈ જાય છે. દેશમાં પ્રથમ વખત અમરેલી શહેરમાં ૨ યુવાનોએ પેરકોર્ન નામની કંપની બનાવી છે. બેટરીથી ચાલતી સાયકલ અલગ અલગ પ્રકારની છે. આ સાઇકલ પહાડી વિસ્તારમાં પણ ચલાવી શકાય છે. આ યુવાનોએ દેશને નવી ભેટ આપી છે. ત્યારે સહકારી ક્ષેત્રના નેતા દિલીપભાઈ સંઘાણીએ આ યુવાનોની સરાહના કરી હતી.ભવિષ્યમાં ઇલેક્ટ્રીક સાયકલ લોકો ઉપયોગ કરવાના છે આ વાતને ધ્યાનમાં રાખીને અમરેલી શહેરના બંને યુવાનોએ સાયકલ અને ટ્રેક્ટર બેટરીથી સંચાલિત અને ઝડપથી ચાર્જ થાય એ બાબતનું સંપૂર્ણ ધ્યાન રાખીને નાની એવી કંપની બનાવી તેને લોકો સમક્ષ મૂક્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ વધશે આ વાતને ધ્યાનમાં અમરેલી શહેરના પિયુષભાઈ અને હિતેશભાઇ મેકિંગ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કર્યું છે. મિની ટ્રેક્ટરનો ભાવ રૂપિયા ૪ લાખથી ૫ લાખ સુધીનો છે. અમરેલીના બંને યુવાનોએ કંપની શરૂ કરતાં જિલ્લામાં રોજગારીની તક પણ સ્થાનિક લોકોને રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution