ડીસા, વાવના મહેશ શંકરલાલ ત્રિવેદી ઉર્ફે રામકથાકાર બટુક મોરારીએ બે દિવસ અગાઉ મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે અંગે તેની રાજસ્થાનથી ધરપકડ કરાયા બાદ ડીસા દક્ષિણ પોલીસે આ બટુક મોરારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બટુક મોરારીએ મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી અને જાે પૈસા નહીં પહોંચાડે તો અકસ્માત કરાવી જાનથી મરાવી નાખવાની ધમકી આપતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને વાવ પોલીસ સહિત બનાસકાંઠા જિલ્લા એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી.આ દરમિયાન આ મહેશભાઈ ઉર્ફે બટુક મોરારી રાજસ્થાનના રેવદર પાસે હોવાની માહિતી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ કરતા આ બટુક મોરારીએ ડીસામાં ફુવારા સર્કલ પાસ આવેલી શિવ હોટલમાં ૨૫ નવેમ્બરના રોજ રોકાયો હતો અને તે દિવસે આ હોટલના રૂમમાં જ તેને આ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. જેથી ડીસા દક્ષિણ પોલીસે આ બટુક મોરારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.