લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, એપ્રીલ 2026 |
વડોદરા |
1584
બીસીએના સેક્રેટરી અજીત લેલે દ્વારા બીસીએની એપેક્ષ કમિટીની આગામી ૩ એપ્રિલના રોજ બોલાવવામાં આવતાં બીસીએમાં બેઠકના ર્નિણયને લઈને વિવાદ ઊભો થયો છે અને ક્રિકેટ આલમમાં ખળભળાટ મચી ગયો છે.હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી મંજૂરી હેઠળ સંસ્થાને માત્ર રૂટીન કામગીરી ચાલુ રાખવા અને દૈનિક વહીવટી કામોમાં અવરોધ ન આવે તે માટે જ છૂટ આપવામાં આવી છે. સાથે જ હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે નીતિગત અથવા મોટા ર્નિણયો લેવામાં નહીં આવે. આવી પરિસ્થિતિમાં એપેક્ષ કમિટીની બેઠક બોલાવવામાં આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.
બેઠકને લઈને સૌથી વધુ વિવાદ તે મુદ્દે ઊભો થયો છે કે હાલ ચૂંટણી લડી રહેલા હોદેદાર અને એપેક્ષ કમિટીના કેટલાક સભ્યોને આ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. જેના કારણે પારદર્શિતા અને પ્રક્રિયાની ન્યાયસંગતતા અંગે સવાલો ઉભા થયા છે. ચૂંટણી લડી રહેલાં ઉપપ્રમુખ અનંત ઇન્દુલકર,એપેક્ષ સભ્યો અશોક જૂનેજા, અક્ષત પટેલ અને વિપુલ ઘીયાને પણ બેઠક માટે આમંત્રણ અપાયું નથી.જે લોકોને બોલાવાયા છે તેમાં પ્રમુખ પ્રણવ અમીન,અકીન શાહ, શીતલ મહેતા, રશ્મી શાહ,અજીત લેલે,કલ્યાણ હરિભકિત,પ્રયન દવે,મંગલા બાબરનો સમાવેશ થાય છે,જયારે બીસીએના સભ્ય અજીત પટેલને વિશેષ આમંત્રિત તરીકે બેઠકમાં બોલાવાયા છે.
ક્રિકેટ સાથે સંકળાયેલા વર્તુળોમાં માનવામાં આવે છે કે બેઠક દરમિયાન જાે કોઈ મહત્વપૂર્ણ ચર્ચા કે ર્નિણય લેવાશે તો તે હાઈકોર્ટના આદેશના ઉલ્લંઘન સમાન બની શકે છે. બીજી તરફ, ચૂંટણી પૂર્વે આવી બેઠક બોલાવવામાં આવતા રાજકીય ગરમાવો પણ વધ્યો છે.આ સમગ્ર મુદ્દે બીસીએના અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જાેકે, પરિસ્થિતિને જાેતા આવનારા દિવસોમાં વિવાદ વધુ વકરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે,હાલ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે બીસીએની આ બેઠક કેવો વળાંક લાવે છે તે હવે જાેવાનું છે, આ બેઠક માટેનો કોઈ એજન્ડા પણ જાહેર કરાયો નથી.જાે કે આ બેઠકનો એજન્ડા બેઠકના આગલા દિવસે જાહેર થાય તેવી શકયતા છે.