પાદરા.તા.૩

પાદરા ના સખી હોટલમાં જમવા માટે ગયેલા ત્યારે ઠંડુ પીણું ઓર્ડર આપવા છતાં હોટલવાળાએ નહિ આપતા જમવા આવેલા બે ઇસમોને ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ બેઝ બોલ સ્ટીક વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હોટલના બીજા ત્રણ કર્મચારીઓએ ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બે ઇસમોને ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા પોલીસે ફરિયાદના આધારે ચાર ઈસમો સામે ગુનોનોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

જ્યારે સામે પક્ષે બે ઈસમો દારૂ પીને આવી તમે હોટલ પર ઠંડુ પીણું કેમ રાખતા નથી તેમ કહી ગાળો બોલતા ઐયુબભાઈ ને પાણીની સ્ટીલની બોટલ મારી માથામાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બે ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

વડોદરા ના ગોત્રી વિસ્તારમાં રહેતા ધર્મીષ્ઠાબેન નવલભાઈ અરવિંદભાઈ મિસ્ત્રી તેમજ પાદરા મુકામે જૂની પાનસરાવાડ માં રહેતા ભીખાભાઇ રણછોડભાઈ સુથાર ને ત્યાં પિયર થાય છે પતિ નવલભાઈ ના મિત્ર હર્ષ રામાનંદ સ્વામી નાઓ વડોદરાથી કાર લઈને પાદરા આવેલા ધર્મીષ્ઠાબેનના પતિ તેમજ તેમના મિત્ર રાત્રી ના સમયે સખી હોટલમાં જમવા માટે ગયેલા હતા તે દરમ્યાન ઠંડા પીણાંની માંગણી કરતા જેની ના પાડતા ઝગડો થતા હોટલવાળા તેના માણસોએ ગાળો બોલી ઐયુબ ઇસ્માઇલ વ્હોરા ઉશ્કેરાઈ જઈ એક બેઝ બોલ સ્ટીક વડે ઇજાઓ પહોંચાડી તેમજ પત્ની ધર્મીષ્ઠાબેનને ગડદા પાટુ નો માર મારી તેમજ હર્ષદભાઈ ને ગંભીર ઇજાઓ થવા પામી હતી જેઓને પ્રથમ પાદરા સરકારી દવાખાને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી માં ખસેડાયા હતા

સામે પક્ષે આદિલ ઐયુબ વ્હોરા જે પાદરા ખાતે સખી હોટલ ચલાવે છે બે ઈસમો હોટલ પર આવેલા કાઉન્ટર પર બેસેલ હતો ત્યારે પુછેલ કે ઠંડુ પીણું કે છાશ મળશે કે કેમ ? ના કહેતા બન્ને ઈસમો જતા રહેલા થોડીવારમાં પરત આવી મારા મારી કરેલી હતી ઠંડુ કેમ રાખતા નથી.