મુંબઈ
કરીના કપૂરની ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો છે. કરીનાના ચાહકો પણ દીકરો આવશે કે દીકરી તેને લઈ અટકળો કરી રહ્યાં છે. હાલમાં જ કરીનાએ સો.મીડિયામાં ડિલિવરી પહેલાં તેને ઘણી ગિફ્ટ્સ મળી હોવાની વાત કરી હતી. તેણે ગિફ્ટ્સની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. ગઈ કાલે એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ સૈફ અલી ખાન રમકડાં સાથે જોવા મળ્યો હતો.
હાલમાં જ કરીનાને મળવા તેની બહેન કરિશ્મા તથા મમ્મી બબીતા આવ્યા હતા. આ ઉપરાંત કરીનાનો સાવકો દીકરો ઈબ્રાહિમ પણ આવ્યો હતો.
કરીનાએ બીજા બાળક માટે નવું ઘર તૈયાર કર્યું છે. કરીના આ ઘરમાં શિફ્ટ પણ થઈ ગઈ છે. તૈમુર તથા બીજા બાળકની સુવિધાઓને ખાસ ધ્યાનમાં રાખીને ઘર ડિઝાઈન કરવામાં આવ્યું છે.કરીનાને દીકરી જન્મશે, તેવી ભવિષ્યવાણી જ્યોતિષે કરી છે. આ જ જ્યોતિષે પહેલાં વિરાટ-અનુષ્કાને ત્યાં દીકરી આવશે, તેવી વાત કહી હતી.
કરીના કપૂરે 14 ફેબ્રુઆરીની રાત્રે પિતાનો જન્મદિવસની પાર્ટી માણી હતી. કરીના પતિ સૈફ અલી ખાન તથા દીકરા તૈમુર સાથે આવી હતી. ગ્રીન સિલ્ક કફ્તાનમાં કરીના ઘણી જ સુંદર લાગતી હતી.
Loading ...