'પ્રેગ્નન્સી' પર બુક રજૂ કરશે બેબો...

મુંબઇ

કરીના કપૂર ખાન પ્રેગ્નન્સીના પોતાના અનુભવોને રજુ કરતી એક બુક ર0ર1માં રીલીઝ કરવાની છે. કરીના ર0ર1માં બીજા બાળકને જન્મ આપવાની છે. પ્રેગ્નન્સી દરમ્યાન પણ ખાસ્સી એકિટવ રહીને તે અન્ય ગર્ભવતી મહિલાઓને પ્રેરણા પુરી પાડે છે. કરીનાની આ બુકમાં અનેક પ્રકારનું માર્ગદર્શન પણ આપવામાં આવશે.જગરનોટ બુકસ એને પબ્લિશ કરશે. એનો ફર્સ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કરીનાએ કેપ્શન આપી હતી કે આજનો દિવસ કરીના કપુર ખાનની પ્રેગ્નન્સી બાઇબલને માતા બનનારી મહીલાઓ માટે જાહેર કરવાનો યોગ્ય દિવસ છે. એ બુકમાં હું મોર્નિંગ સિકનેસથી માંડીને ડાયટ અને ફિટનેસ વિશે જણાવીશ. તમને આ બુક વંચાવવા માટે હું આતુર છું. ર0ર1માં આ બુક જગરનોટ બુકસ પબ્લિશ કરશે.સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution