સુરત-
સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરનાર પરપ્રાંતિય યુવાનને તેના મિત્રોએ માર મારી અપહરણ કર્યા બાદ વીજ કરંટ આપી નગ્ન કરી વિડીયો ઉતારી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી ખંડણી પેટે રૂ. ૧ લાખની માંગણી કરતા સચિન જીઆઇડીસી પોલીસ દોડતી થઇ ગઇ છે.સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય યુવાને પાસેથી તેના મિત્ર ગોપાલ ઘુડારામમ શિયાકએ ઉછીના રૂા. ૬ હજાર લીધા હતા અને ત્યાર બાદ બંન્ને મિત્રો લોક્ડાઉન દરમ્યાન વતન ચાલ્યા ગયા હતા.
એકાદ મહિના અગાઉ ગોપાલ પરત સુરત આવ્યો હતો અને પરપ્રાંતિય યુવાને ગોપાલ પાસે મોબાઇલ પર કોલ કરી ઉછીના આપેલા પૈસાની માંગણી કરી હતી. જેથી ગોપાલે તેના પરિચીત નરસિંહ પવાર નામના મિત્રના વ્હોટ્સ અપ ગૃપમાં યુવાનને એડ કર્યો હતો. વ્હોટ્સ અપ ગૃપમાં ગોપાલના અન્ય મિત્ર સુરેશ તેતરવાલે લાઘુરામ ઇશ્વરલાલ , સુરેશ ખીલ્લેરી પણ મેમ્બર હોય આ તમામે યુવાનને વ્હોટ્સ અપ ગૃપમાં ગાળો આપી હતી.
ત્યાર બાદ તા. ૨૪ ઓગષ્ટના રોજ ગોપાલ અને તેના મિત્રો વતનથી પરત આવ્યા હતા અને બે દિવસ બાદ યુવાનના રહેણાંક રૂમ ખાતે સુરેશ ખિલ્લેરી અને લાદુરામ મોટરસાઇકલ પર ઘસી આવી બે તમાચા મારી દીધા હતા અને જબરજસ્તી મોટરસાઇકલ પર બેસાડી અપહરણ કર્યુ હતું. અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ જઇ વીજ કરંટ આપ્યો હતો અને માર મારી પરપ્રાંતિય યુવાનને નગ્ન કરી વિડીયો ઉતારી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યુ કર્યુ હતું. ત્યાર બાદ અડધો કલાકમાં જાે ૧ લાખ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખવાની અને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી ગોંધી રાખ્યો હતો.
Loading ...