સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ પર મધમાખીઓનો હુમલો, એક કલાક સુધી જયપુર જતું વિમાન અટવાયું
08, જુલાઈ 2025 સુરત   |   3762   |  

એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ ઓપરેટિંગ સ્ટાફમાં ભાગદોડ

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે મધમાખીઓનું ઝુંડ ધસી આવી સુરતથી જયપુરની ફ્લાઈટના લગેજ ડોર ઉપર બેસી જતાં એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફમાં ભાગદોડ મચી હતી. ઘટનાને પગલે ફ્લાઈટ એક કલાક લેઈટ થતા મુસાફરો રોષે ભરાયાં હતા.

સુરતથી જયપુર જતી ઈન્ડીગો એરલાઈન્સની ફ્લાઇટ સોમવારે સાંજે 4:20 વાગ્યે ટેકઓફ થવાની હતી. જોકે, તે પહેલા અચાનક મધમાખીઓનું ઝુંડ એરપોર્ટ પરિસરમાં ધસી આવી પ્લેનના લગેજ ડોર ઉપર બેસી ગયું હતું. જેથી ડોર બંધ કરી શકાય તેમ ન હોવાથી એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ ઓપરેટિંગ સ્ટાફમાં ભાગદોડ મચી હતી.

મધમાખીને ભગાડવા માટે ધુમાડો કરવામાં આવ્યો હતો. પણ તેની કોઈ અસર થતી જણાઈ નહોતી. જેથી એરપોર્ટના ફાયર વિભાગને જાણ કરાતા ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે મધમાખીઓ અહીંથી દુર થઈ હતી. આ બધી પ્રક્રિયામાં ફ્લાઇટ એક કલાક મોડી ઉપડી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution