આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થિનીએ PM મોદીને લખ્યો 18 પાનાનો પત્ર

સંભલ-

સતત વધતા પ્રદૂષણ અને ભ્રષ્ટાચારથી ધોરણ ૧૦ની એક વિદ્યાર્થિનીને એટલું દુઃખી થઈ ગઈ કે તેણે આત્મહત્યા કરી લીધી. આ ઘટના સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ઉત્ત્।ર પ્રદેશના સંભલ જિલ્લામાં બની. પોતાને ગોળી મારતા પહેલા વિદ્યાર્થિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત ૧૮ પેજનો પત્ર લખ્યો હતો, જે પોલીસે જપ્ત કરી લીધો છે.

૧૬ વર્ષની આ વિદ્યાર્થિનીએ પીએમ મોદીને લખેલા પત્રમાં પ્રદૂષણ, આડેધડ કપાતા ઝાડ, મેડિકલ સહિત દરેક ફિલ્ડમાં ભ્રષ્ટાચાર પર ચિંતા વ્યકત કરી. તેણે એમ પણ લખ્યું છે કે, તે વડાપ્રધાનને મળીને તેમની સાથે આ બધી બાબતો પર ચર્ચા કરવા ઈચ્છતી હતી. તે વૃદ્ઘ લોકોને થનારી મુશ્કેલીઓથી પણ તણાવમાં હતી.

પરિવારજનોએ જણાવ્યું કે, તેની અંતિમ ઈચ્છા તરીકે એ પત્ર વડાપ્રધાન સુધી પહોંચાડવાની અપીલ કરશે. વિદ્યાર્થિનીના ખેડૂત પિતાએ કહ્યું કે, 'હવે, અમારી દીકરી તો રહી નથી. તેના પત્રને વડાપ્રધાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.'બબરાલાની એક પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિ તેના માતા-પિતા, ત્રણ નાના ભાઈઓ અને એક બહેનને વિલાપ કરતા છોડી ગઈ છે.

ગુન્નોરના એસએચઓ દેવેન્દ્ર કુમારે જણાવ્યું કે,'આ છોકરીએ ૧૪ ઓગસ્ટની રાત્રે પોતાને શૂટ કરી આત્મહત્યા કરી લીધી. જે રિવોલ્વરનો ઉપયોગ કરાયો, તેને જપ્ત કરી લેવાઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. તેના પેરેન્ટ્સે જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી મનોચિકિત્સક પાસે તેની સારવાર ચાલી રહી હતી. નોટબુકમાં ૧૮ પેજની સુસાઈડ નોટ મળી છે. મામલાની તપાસ ચાલી રહી છે.'

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution