ગાંધીનગર-

આગામી દિવસોમાં ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, કાર્યકારી પ્રમખ હાર્દિક પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી દરેક વિધાનસભા બેઠકો પર ફરી રહ્યા છે અને કાર્યકરોનો મત જાણી રહ્યા છે. ત્યારે કોને ટિકીટ મળશે તેના પર સૌની નજર છે. આ બધાની વચ્ચે કોંગ્રેસને ડાંગમાં મોટો ઝટકો લાગ્યો છે.

ડાંગમાં પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ડાંગ જિલ્લાના 300થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા છે. મંત્રી ગણપત વસાવાના હાથે ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા છે. મંગળ ગાવિતે ધારાભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ ડાંગ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.