વડોદરા, તા. ૨૬

મા આદ્યશક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી. નવલી નવરાત્રીના પ્રથમ દિવસે જ બપોર દરમ્યાન વરસાદ ખાબકતા ખૈલયાઓમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો હતો. પરતું આયોજકો દ્વારા વિવિધ સુવિધાઓ સાવચેતીના પગલાં માટે લેવામાં આવી હોવાથી મોટા ભાગે વિવિધ ગરબા ગ્રાઉન્ડો સુરક્ષિત જોવા મળ્યા હતા.

બે વર્ષ બાદ નવરાત્રીનો પર્વ ધામધૂમ પૂર્વક યોજાઈ રહ્યો હોવાથી લોકોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. આજે મા આદ્યશક્તિની આરાધનાનો પ્રથમ દિવસ એટલે કે આસોે સુદ એકમ. માઈભક્તો દ્વારા આદ્યશક્તિની આરાધના કરવા માટે વહેલી સવારથી જ માઈ મંદિરોમાં ઉમટી જઈને તેમની આરાધના કરી હતી. જ્યારે રાત્રી દરમ્યાન ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરશે. આ વર્ષે ખૈલયાઓમાં બહોળા ઉસ્તાહના પગલે નવરાત્રી પૂર્વેથી જ રાત્રી બિફોર નવરાત્રી યોજીને નવરાત્રીના આગલા દિવસથી જ ગરબે ગૂમવાના શરુ કરી દીધા છે ત્યારે પ્રથમ દિવસથી જ ખૈલયાઓ મોટી સંખ્યામાં ગરબે ઘૂમવા માટે સજ્જ થઈને ગરબા ગ્રાઉન્ડમાં ઉમટી પડ્યાં હતા.