ગાંધીનગર,

રાજ્યના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસનો હાથ છોડનાર 8 ધારાસભ્યો પૈકીના પાંચ પૂર્વ કૉંગ્રેસી ધારાસભ્યો આજે ભાજપમાં જોડાશે તેવી ખબર સામે આવી રહી છે. આજે ભાજપની વડી કચેરી કમલમ ખાતે યોજાનારા પ્રવેશઉત્સવમાં અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કૉંગ્રેસના 8 પૈકીના 5 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે. આ યાદીમાં કૉંગ્રેસના જે પૂર્વ ધારાસભ્યના નામ આવી રહ્યા છે તે મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયા, કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના નામ સામે આવી રહ્યા છે.