ગુજરાત વિધાનસભામાં બેસ્ટ MLA એવોર્ડ એનાયત કરાશે, ચોમાસું સત્રમાં થશે જાહેરાત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, સપ્ટેમ્બર 2020  |   2376

ગાંધીનગર-

દેશના અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરાખંડ અને આસામ બાદ હવે ગુજરાતમાં પણ બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ આપવામાં આવશે. વિધાનસભાના ચોમાસું સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી બેસ્ટ એમ.એલ.એ એવોર્ડની જાહેરાત કરશે.

પસંદગી સમિતિમાં એવોર્ડ માટે મળેલા નામાંકનો તથા ભલામણો પર વિચાર કરવામાં આવશે. જે બાદ પસંદગી સમિતિના મહદંશે સર્વ સંમતિથી નિર્ણય કરવામાં આવશે. જો કોઈ કિસ્સામાં સંમતિ ન સધાય તો વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય આખરી રહેશે.

ધારાસભ્યોના આ એવોર્ડ માટેના માપદંડ શું હશે ?

-સભ્યોનો અનુભવ,

-ચર્ચા વકતૃત્વ કૌશલ્ય, -

પ્રજાહિતના મુદ્દાઓના સંબંધમાં જાગરૂકતા ઉઠાવાયા મુદ્દાઓની વિવિધતા તથા તેની ગંભીરતા કોઈપણ મુદ્દાને રજૂ કરવાની રીત

-ભાષા પર પ્રભુત્વ

-વિધાનસભાના નિયમો પ્રક્રિયાનું જ્ઞાન, તથા તેનું ગૃહની અંદર અને બહાર પાલન અધ્યક્ષ અથવા પ્રમુખ અધિકારીના સૂચનાઓનું પાલન માટે દર્શાવવામાં આવેલા વિવિધ સમિતિઓમાં કરવામાં આવેલ કાર્યો અને ઉપલબ્ધિઓ

-સભ્યનું ગૃહમાં અને ગૃહની બહાર જાહેર જીવનમાં આચરણ જૂની પરંપરાઓ રૂઢિઓ અને પ્રથાઓ

-ગૃહ પ્રત્યેનો દ્રષ્ટિકોણની વ્યવસ્થા અને શાંતિ જાળવવામાં સહયોગગરીમાની જાળવણીમાં સહયોગ અને યોગદાનઅધ્યક્ષસ્થાનેથી આપવામાં આવેલા આદેશોનું પાલનનિયમિત હાજરી

-પ્રક્રિયાકાર્યવાહીના સંચાલન નિયમોમાં શ્રદ્ધાગ્રુહમાં પૂછવામાં આવતા પ્રશ્નોની ગુણવત્તા અને રજૂ કરવાની રીતભાતસંચાલનમાં અવધની સ્થિતિમાં ગૃહની કાર્યવાહી ચલાવવામાં સહયોગ

દેશના અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરાખંડ અને આસામ બાદ હવે ગુજરાતમાં પણ બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ આપવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે 21 સપ્ટેમ્બરના રોજ યોજાનારા વિધાનસભાના ચોમાસું સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી બેસ્ટ એમ.એલ.એ. એવોર્ડની જાહેરાત કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution