દુબઇ

વિશ્વના પ્રથમ ક્રમાંકિત પ્રમોદ ભગત અને પાંચમા ક્રમે આવેલા સુકાંત કદમે પોત-પોતાની મેચ જીતીને બેડમિંટન ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.ભગતે ૪૪ મિનિટની મેચમાં 'એસએલ III' કેટેગરીમાં ઇન્ડોનેશિયાના ઉકુન રુકંડીને ૨૧-૧૬, ૨૧-૧૩ થી હરાવ્યો હતો. અંતિમ-ચારમાં તેમનો સામનો મલેશિયાના મોહમ્મદ હુઝૈરી અબ્દુલ મલેક સાથે થશે. ભગત પુરૂષ ડબલ્સમાં મનોજ સરકાર (એસ.એલ. ચેર) સાથે મળીને જોડી બનાવી છે. આ જોડી સેમિફાઈનલમાં મોહમ્મદ અરવાઝ અન્સારી અને દીપ રંજન બિસોઇની સામે ટકરાશે. ભગત અને પલક કોહલીની મિક્સ ડબલ્સની જોડી ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેશે. કદમે એસએલ ફોર કેટેગરીના અંતિમ-આઠ મેચમાં મલેશિયાના મોહમ્મદ નૂરલ્મી મોહમ્મદ ઝૈનુદ્દીને ૨૧-૧૭, ૨૧-૮થી હરાવ્યો. સેમિફાઇનલમાં તેનો સામનો જર્મનીના માર્સેલ એડમ સામે થશે.