મા આદ્યશકિતની ભકિતના પર્વ નવરાત્રિના પ્રથમ દિવસે શકિતપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરમાં અંદાજે બે લાખ માઇભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારના પાંચ વાગ્યાથી નીજમંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા. જેના પગલે માતાજીના દર્શન માટે માંચીથી લઇ મંદિર સુધી ભારે ભીડ જાેવા મળી હતી. પાદરાના રણુમાં આવેલા મા તુલજા ભવાની માતાના મંદિરે પણ લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. દેવસ્થાન ટ્રસ્ટના કારેલીબાગ સ્થિત બહુચરાજી માના મંદિરને પણ સજાવવામાં આવ્યું છે. માંડવી નજીકના અંબાજી મંદિરે પણ દર્શન માટે ભીડ જામી હતી.