ભરૂચ-
ભરૂચ જિલ્લા પોલીસે પાંચબત્તી અંબિકા જવેલર્સમાં 2 સોનીઓ પર ફાયરિંગ કરી 27.46 લાખ 27 સોનાની ચેનની કરેલી દિલધડક લૂંટને 48 કલાકમાં ડિટેકટ કરી દીધી છે.જવેલર્સને ત્યાં 2 દિવસ રેકી કર્યા બાદ મુખ્ય આરોપી આશિષ પાંડે મૂળ રહે જોનપુર, ઉત્તરપ્રદેશ હાલ પરિવાર સાથે દહેજ રહેતો હતો. તે પરિવાર સાથે જવેલર્સને ત્યાં અવાર નવાર જતો હતો. કોરોનામાં નોકરી છૂટી જવા સાથે દેવું થઈ જતા રૂપિયા 5 લાખના દેવામાં થી બહાર નીકળવા લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
ટેક્સટાઇલ એન્જીનીયર આશિશે વતન અને સુરતથી મિત્રો અજય પાંડે, સૂરજ યાદવ અને રિનકુ યાદવને બોલાવ્યા હતા. પંચબત્તી ખાતે ટ્રાફિક ક્યારે ઓછો રહે છે પોઇન્ટ પર પોલીસ રહેતી નથી તે જાણી બપોરે 2 કલાકે લૂંટને અંજામ આપ્યો હતો. જેમાં જવેલર્સ નિખિલ અને મહેશ પર ફાયરિંગ કરી સોનાની 27 ચેઇન કિંમત રૂપિયા 27.46 લાખની લૂંટ ચલાવી 3 આરોપી બાઈક પર લિક રોડ તરફ જ્યારે એક હવામા ફાયરિંગ કરતા મહમદ પુરા થી દહેજ તરફ નાસી છૂટ્યો હતો.ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, એલસીબી, એસઓજી, એફએસએલ, ડોગ સ્કવોર્ડ, બેલેસ્ટિક ટિમ સહિત વિશ્વાસ પ્રોજેકટની મદદથી સમગ્ર ગુનો 48 કલાકમાં ઉકેલી નખાયો છે.
સુરતથી અવધ એક્સપ્રેસમાં આશિષ અને બીજો આરોપી કાનપુર જ્યારે અન્ય 2 આરોપી બસ મારફતે ફરાર થવાના હતા ત્યારે જ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે થી આરપીએફ , જીઆરપી સહિત સુરત સિટી પોલીસની મદદથી ચારેય લૂંટારા ને ઝેર કરસ્યાં હતા. જેમની પાસેથી સોનાની 27 ચેન, 5 મોબાઇલ, બાઈક, પિસ્તોલ મળી કુલ 27.71 લાખનો મુદ્દામાલ કબજે કરી રિમાન્દ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.
Loading ...