ભરૂચ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં પેહલી વખત ૪ પટેલ પાવરની ગેરહાજરીમાં કોંગ્રેસ દિશાશૂન્ય જાેવા મળી રહી છે. સ્વ. અહેમદ પટેલ, જયેશ પટેલ, ઇકબાલ પટેલ અને મહંમદ પટેલની ગેરહાજરીમાં યોજાઈ રહેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસને લીડરશીપની કમી વર્તાઈ રહી છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભરૂચ જિલ્લામાં આ વખતે કોંગ્રેસ શનિવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ગણતરીના કલાકો બાકી હોવા છતાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શક્યું નથી.મેન્ડેટ વગર જ કોંગ્રેસે ભરૂચ જિલ્લાની ૪ પાલિકા, ૯ તાલુકા અને ૧ જિલ્લા પંચાયત માટે પોતાના ઉમેદવારોને ટેલિફોનિક જ જાણ કરતા શુક્રવારે કેટલીક બેઠકી પર કોંગી ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા હતા. રાષ્ટ્રીય નેતા કોંગ્રેસના ટ્રબલ શૂટર અને ચાણક્ય ગણાતા મરહુમ અહેમદ પટેલની ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભા,લોકસભાની ઉમેદવારોની પસંદગીમાં અહમ ભૂમિકા રહેતી હતી. જાેકે ભરૂચના પનોતા પુત્રનું ગત વર્ષે કોરોનામાં નિધન થયા બાદ યોજાઈ રહેલી પેહલી ચૂંટણીની સીધી અસર ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસને પડી રહી છે. સ્વ. અહેમદ પટેલ સાથે જ જિલ્લામાંથી આ પેહલી ચૂંટણી છે જે અન્ય ૩ કોંગી નેતાઓની ગેરહાજરીમાં નોંધાઇ રહી છે. જેમાં ઝાડેશ્વરના જ્યેશ પટેલ, વાગરાના પૂર્વધારાસભ્ય ઇકબાલ પટેલ અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય મહમદ પટેલ (ફાંસીવાલા)ની ગેહાજરીની અસર કોંગ્રેસને આ ચૂંટણીમાં પડી રહી છે.રાષ્ટ્રીય ફલકથી સ્થાનિક સ્તર સુધી પાછલા ૫ વર્ષમાં કોંગ્રેસે સ્વ. અહેમદ પટેલ સહિત ૪ પટેલ નેતા ગુમાવતા ભરૂચ જિલ્લામાં પક્ષ નેતાગીરીની તીવ્ર ખોટ અને દિશાસુચનનો અભાવમાંથી પસાર થઈ રહી છે. કોંગી આગેવાનો તેમજ કાર્યકરો પર અંકુશ રાખનાર, કોંગ્રેસને એકજુથ રાખનારા અને જેના ર્નિણય પથ્થરની લકીર સમાન ગણાતા હતા એવા માનનીય અહેમદ પટેલની વિદાયથી હવે સ્થાનિજ સ્તરે પક્ષમાં કોઈ સર્વગ્રાહ્ય નેતાગીરી નજરે પડતી નથી.
Loading ...