ભરૂચ લાફાકાંડ: ચૈતર વસાવાએ કેમ માર્યો લાફો? સચ્ચાઈ આવી સામે!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, એપ્રીલ 2026 | 2277
ભરૂચ જિલ્લામાં ઝઘડિયા GIDC વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ બાદ ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. પીડિત પરિવારો વળતર અને ન્યાયની માંગ સાથે એકત્ર થયા હતા. આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા.
સ્થળ પર હાજર એક યુવાન સાથે તેમની બોલાચાલી થઈ અને મામલો લાફાકાંડ સુધી પહોંચી ગયો. પોલીસની હાજરીમાં બનેલી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
ઘટનાને લઈને વિવિધ આક્ષેપો સામે આવી રહ્યા છે, જોકે સત્તાવાર રીતે હજી સુધી પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.