ભાવનગરમાં ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી ગેસ કાઢી કોમર્શિયલ સિલિન્ડરોમાં નાંખવાનું કૌભાંડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, નવેમ્બર 2021  |   2970

ભાવનગર, ભાવનગરમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેસ કાઢી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. શહેરના ચૌદનાળા વિસ્તારમાં આવેલા મફતનગર સ્થિત રહેણાંકી મકાનમાં રાંધણ ગેસના બાટલામાથી ગેસ કાઢી ખાલી રીફીલ ભરવાનું કૌભાંડ ઝડપાયું છે. ભેજાબાજાેએ એક બાટલામાથી ત્રણ કિલો ગેસ કાઢી ખાલી બોટલો ભરતા રંગેહાથ ઝડપાયા હતા. જેથી પોલીસે ૬ આરોપીઓની અટકાયત કરી છે. આ સમગ્ર બનાવ અંગે એએસપી સફિન હસન પાસેથી શહેરના ચૌદનાળા વિસ્તારમાં રાંધણગેસના બાટલામા ઓછું વજન હોવાની ગઈકાલે ફરિયાદ મળી હતી. જેથી તંત્ર દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટીમને બાતમી મળી હતી કે, શહેરના ઘોઘા રોડપર આવેલા ચૌદનાળા મફતનગર વિસ્તારમાં રહેતા રજાક મનસુર ડેરૈયાના રહેણાંકી મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે મકાન માલિક સહિત ૫ શખ્સો રાંધણગેસના બાટલામાથી ગેસ કાઢી ખાલી બાટલામા ભરી રહ્યાં હતાં. એએસપી સફીન હસનની ટીમ તથા બી ડીવીઝન પોલીસની ટીમે ૬ શખ્સોની અટકાયત કરી છે. પોલીસે લોડીંગ રીક્ષા નં જી-જે-૩-એડબલ્યુ ૪૩૪૧ તથા જી-જે-૦૪ ડબલ્યુ ૭૨૧૯, કોમર્શિયલ રિફીલ ૩૪, ગૃહ વપરાશમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર ૬૨ ઈન્ડેન ગેસ મળી કુલ ૯૬ ગેસ સિલિન્ડર તથા બે વાહનો પણ કબજે કર્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution