ભાવનગર: રાજ્યમંત્રી વિભાવરી દવેએ મતદાન કર્યું, લોકોને મતદાન કરવાની કરી અપીલ

ભાવનગર-

ભાવનગરમાં પ્રધાન વિભાવરી દવેએ પોતાના વોર્ડ તખતેશ્વરમાં મતદાન કર્યું હતું. આ સાથે જ તેઓએ ઈટીવી ભારત થકી અન્ય મતદારોને મતદાન કરવાની અપીલ પણ કરી હતી. ભાવનગર મહાનગરપાલિકામાં મતદાન દિવસે પ્રધાન વિભાવરીબેન દવે પણ પોતાના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. અહીં પ્રધાને હાલમાં નવા વોર્ડ તખ્તેશ્વરમાં આવતા તેમના મતદાન કેન્દ્ર પર જઈને તેમને મતદાન કર્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા માટે પ્રધાન વિભાવરીબેન દવેએ મતદાન કર્યું હતું. પોતાના વોર્ડ તખતેશ્વરમાં જઈ પ્રધાને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે મતદાન દરમિયાન તમામ લોકોએ મતદાન કરવું જોઈએ તેવી અપીલ પણ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution