ભીલાડ પોલીસે ઔડી કાર માં ઇંગ્લિશ દારૂ સાથે જઇ રહેલા ફિલ્મી દંપતીની કરી ધરપકડ

ઉમરગામ-

ઉમરગામ તાલુકાના જંબુરી ચેકપોસ્ટ ઉપર પોલીસે ઓડી કાર માં દારૂ ની બોટલો સાથે જઇ રહેલા સીને જગત સાથે સંકળાયેલા દંપતી ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિગતો મુજબ ભીલાડ પોલીસ મથક હસ્તકની જંબુરી ચેકપોસ્ટ ઉપર ફરજ ઉપર ફરજ ઉપર હાજર પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ બળદેવભાઈ વાઘેલા એ દમણ તરફથી આવી રહેલી સિલ્વર કલરની ઓડી કાર  અટકાવી કાર માં તપાસ કરતા એક બેગમાંથી 8 જેટલી ભારતીય બનાવટનો મોંઘા ભાવ નો ઇંગલિશ દારૂની બોટલો મળી આવતા તેઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

તપાસ દરમિયાન કાર ચાલક નું નામ 48 વર્ષીય વિક્રમ વાસુદેવ રજાની, ધંધો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ રહે 501,502 ઓમ શહેનાઝ એપાર્ટમેન્ટ,સેવન બંગલોસ,વર્સોવા લિંક રોડ, અંધેરી-મુંબઈ તથા કારની બાજુની સીટમાં બેસેલ વિક્રમ ની પત્ની પૂજા વિક્રમ વાસુદેવ રજાની ઉંમર વર્ષ 48ની ધરપકડ કરી દારૂ બાટલી નંગ8 કિં.રૂ 25,800 તથા ઔડી કારની કિંમત રૂ. ૧૫ લાખ મળી કુલે 15, 25,800 પ્રોહી સહિત મુદ્દામાલ કબજે લઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા પતિ-પત્નીની ધરપકડ કરી હતી આ અંગે ભિલાડ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution