ભુજ: દયાપરમાંથી એસઓજીએ 9.30 લાખના બેઝ ઓઈલનો જથ્થો ઝડપ્યો

ભુજ-

પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે સરહદી લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાંથી રૂા.૯.૩૦ લાખના ગેરકાયદેસર બેઝ ઓઈલના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી હતી. આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વ્હાઈટ ઓઈલનું વેંચાણ કરવામાં આવતું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભસિંઘની સૂચનાથી તેમજ પશ્ચિમ કચ્છ એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એ.આર.ઝાલાના માર્ગદર્શન તળે એસઓજીનો સ્ટાફ વ્હાઈટ ઓઈલ (બેઝ ઓઈલ)ના ગેરકાયદેસર રીતે થતા વેંચાણ અને હેરફેર અટકાવવા પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન લખપતના દયાપરમાં આવેલ હોટલ જનતાઘર સામેના ખુલ્લા પ્લોટમાં એક ટેન્કરના ટાંકામાંથી બેઝ ઓઈલનો ૧પ,પ૦૦ લીટર કિં.રૂા.૯,૩૦,૦૦૦નો જથ્થો ઝડપી પડાયો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution