અમદાવાદ-

કોરોનાની ભયાનક બીજી લહેર બાદ ત્રીજી લહેરનો ખતરો હજુ યથાવત છે ત્યારે સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગામે ગામ જઈને વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણના દુધારામપુરા ગામે અંધશ્રદ્ધાની અતિશયોક્તિનો એક વિડીયો સોશિયલ મિડીયમાં સામે આવ્યો છે. જેમાં દુધારામપુર ગામમાં એક વૃદ્ધ ભુવાએ વેક્સિન લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જેનો તેની પાછળ અંધશ્રદ્ધાનું કારણ સામે આવ્યું હતું. જો કે અંધશ્રદ્ધામાં ચુર બનેલા ભુવાને મહિલા આરોગ્ય કર્મચારીએ જેમ તેમ કરી કલાકો સુધી સમજાવી બાદમાં તેને રસી આપી હતી. જો કે નાના નાના ગામડાઓમાં અંધશ્રધ્ધાના કારણે લોકો રસી ન લેતા હોવાનું અગાઉ પણ પ્રકાશનમાં આવ્યું હતું. બીજી બાજુ રાજકોટના અમુક ગામડાઓમાં પણ રસી નહીં પણ ભગવાન અમારી રક્ષા કરશે તેમ જણાવીને આરોગ્ય કર્મચારીઓને રસી મુકાવાની ના પાડી હોવાનો પણ કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે.

સરકાર દ્રારા કોરોના વેક્સિનેશન મહાઅભિયાનમાં ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન થાય તે માટે આરોગ્ય અધિકારીઓ તથા કર્મચારીઓ ગામડે ગામડે ફરીને વેક્સિનેશન કરી રહ્યા છે. ત્યારે પાટણના દુધારામપુરા ગામે રહેતા ભુવાજી ઠાકોર પ્રહલાદજી રસીલેવા માટે ના પાડતાં હતા. જો કે મહિલા આરોગ્ય કર્મચારીએ રસી લેવાની ના પાછળનું કારણ પુછતા અંધશ્રદ્ધામાં ચૂર બનેલા ભુવાજીએ આરોગ્યકર્મી ભાર્ગવીબહેન જોષી અને સરપંચને જણાવ્યું હતું કે, રસી લેવી હોય તો માતાજીની રજા લેવી પડે. માતા રજા આપશે તો જ રસી લઈશું તેમ કહીને હાથમાં માળા લઈને માતાની પરમિશન લેઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે બીજી બાજુ મહિલા આરોગ્ય કર્મચારી હું માતાની પરમીશન લઈ લવું તેમ કહીને ભુવાજીના હાથમાંથી મણકા વાળી માળા વઈને મણકા ફરાવીને માતાએ વેણ વધાવી દીધા છે, માતાએ રસીલેવાની પરમિશન આપી દીધી છે, જેથી રસી લઈ લો તેમ જણાવ્યું હતું. બીજી બાજુ અંધશ્રદ્ધામાં ચુર બનેલા ભુવાજીએ કોઈની વાત માની ન હતી અને મારે માતાના વેણ વધાવવા પડશે તેમ કહીને માતાની પરમિશન લેવી પડશે તેમ કહીને મહિલા આરોગ્ય કર્મચારીના હાથમાંથી મણકાની માળા પાછી ખેચી લીધી હતી. જો કે ગામના સરપંચ તથા ગામના લોકો અને મહિલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ભુવાજીને સમજાવવામાં આવ્યા ત્યારે છેલ્લે ભુવાજીએ મારી માતાએ વેણ વધાવી દીધા છે તેમ કહીને છેલ્લે રસી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મિડીયા પર વહેતો થયો હતો. જેમાં ભુવાજી મણકા વાળી માળા લઈને માતાની પરમિશન લઈવું પછી રસી લઈશ તેમ જણાવી રહ્યા છે, જ્યારે મહિલા આરોગ્ય કર્મચારી તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે ભુવાજી સમજવા તૈયાર ન થતા મહિલા આરોગ્ય કર્મચારી હું માતાની પરમિશન લઈને તમને રસી આપીશ તેવી રજુઆત કરી હતી. તેમ છતા ભુવાજી અંધશ્રધ્ધામાં ચૂર બની ગયો હતો. છેલવેટ ભારે જહેમત બાદ ભુવાજીએ રસી લીધી હતી.